Vruxa Ropan Nibandh in gujarati PDF Download. વૃક્ષારોપણ- વૃક્ષનું મહત્વ,
વૃક્ષારોપણ નિબંધ
આવો સાથે મળીને સર્જીએ વન-ઉપવન ,
ધરતી પર વાવીએ વૃક્ષોના વન.
પર્યાવરણ પંચ મહાભૂતનું એટલે કે હવા, પાણી, જમીન, આકાશ અને અગ્નિનું બનેલ છે. ગીતાજીમાં ઉલ્લેખ છે તે મુજબ પંચ મહાભૂત એ ઈશ્વરનો જ અંશ છે. એટલે કે (પર્યાવરણ :પંચ મહાભૂત = ઈશ્વર )
પર્યાવરણને નુકશાન કરવું તે ઈશ્વરને દુ:ખ લગાડવા જેવું છે અને પર્યાવરણ જતન કરવું એ ઈશ્વરની ભક્તિ બરાબર છે. અને આજના સમયમાં આ શક્ય નથી પણ આ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પર્યાવરણનો મુખ્ય ભાગ વૃક્ષ પર આભારી છે. વૃક્ષમાં પરમાત્માનો વાસ છે. વૃક્ષ થકી જીવન ઉજીયાળા આથી પર્યાવરણની જાળવણીમાં વૃક્ષોના જંગલો આવશ્યક અને અગત્યનો ભાગ ભજવે છે. વૃક્ષો કાર્બન ડાયોકસાઈડ શોષી ઓક્સિજન એટલે કે પ્રાણવાયું આપે છે. સાથે આસપાસમાં ઠંડક આપે એટલે વિશાળ પ્રમાણમાં વૃક્ષારોપણની ખાસ જરૂરીયાત છે. આ કાર્યની જવાબદારી દરેક વ્યક્તિની છે. નહીં કે સરકાર એકલાની, વૃક્ષા રોપણ માટે થોડી લાંબી દ્રષ્ટિથી વિચારીએ અને કેવા પ્રકારના વૃક્ષો વાવવા ક્યારે અને કાળજી વગેરે બાબતો પણ ખ્યાલ રાખવો જોઈએ.
વૃક્ષો એટલે છાયા અને શીતળતા સૌદર્ય સમૃદ્ધિ, સંપતિ અને રંગબેરંગી પક્ષીઓ, પતંગિયા, અવનવા કીટકો અને પ્રાણીઓથી રચાતું અનુપમ વિશ્વ આપવાને ખ્યાલ છે. વેદીક કાળથી આપણી સંસ્કૃતિ અને આપણા જીવનના અવિભાજય અંગ છે. એ વૃક્ષોના મહત્વ વિશે ભાગ્યે જ કોઈ સ્પષ્ટાની જરૂર હોય શકે.
કુદરતની આહાર કડીમાં દરેક જીવ સમૂહ એક મહત્વની કડી છે અને વૃક્ષો આ કડીઓને જોડતો પાયો છે.
એક સમય એવો હતો કે પૃથ્વી પર વૃક્ષોની હરીયાળી છવાયેલ હતી ચારેય તરફ હરીયાળી હરીયાળી લહેરાતી હતી. વૃક્ષોને કારણે વરસાદ હતો અને આવા લીલા લીલોતરી વાળા પ્રદેશમાં પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓએ પોતાના આવાસ્થાનો બનાવેલા હતા આથી સમગ્ર સૃષ્ટિ હાલના સમય કરતા સુંદર હતી કુદરતના તમામ ઘટકોથી પૃથ્વીની શોભા અનેરી હતી.
આજે આ મનુષ્ય દ્વારા સઘળું બદલાયું છે. એ પણ ખૂબ ઝડપથી વૃક્ષોના જંગલો નાશ કરવા લગ્યો આથી વનરાજીવાળો વિસ્તાર સતત ઘટાડો થતો ગયો અહીં એક વાત કહેતા ખૂબ જ દુ:ખ થાય કે આપણી અણમોલ ઔષધિય વનસ્પતિની કેટલીક જાતિ પ્રજાતિ નાશ પામી અને ખૂબ મોટા પ્રમાણમાં ભયને આરે છે રેડ લિસ્ટમાં છે તો આપણાથી બનતા પ્રયત્ન કરી આ ચોમાસામાં વૃક્ષા રોપણ દરેક કરીએ અને ઉછેરીએ.
વૃક્ષા રોપણ માટે ધ્યાનમાં રાખવા જેવી બાબત આબોહવા, ભૌગોલિક વિસ્તાર અને પ્રાપ્ય જગ્યા પાણીની સુલભતા જેવા પરિબળ ધ્યાનમાં રાખી વનસ્પતિની પસંદગી કરવી દેશી વનસ્પતિ આબોહવાના ફેરફાર સહન કરી શકે તે માટે ઉત્તમ અનુકૂલન ધરાવે છે. સ્થાનિક હોવાથી પક્ષીઓ માટે પણ આદર્શ છે, દેશી વૃક્ષો મોટાભાગના પાનખર હોય છે. તેથી તેમની સાથે આપમેળે ન ફેલાતા હોય અને સદાહરિત હોય તેવા વૃક્ષો પણ વાવી શકાય વૃક્ષોમાં વિવિધતા ખૂબ જરૂરી છે. લીમડો, ગરમાળો, કદંબ, કરંજ જેવા વિવિધ વૃક્ષો પણ વાવવા જોઈએ દરેક પક્ષીને અમુક વનસ્પતિ વધુ પસંદ પડે છે વૃક્ષોમાં વિવિધતાથી પક્ષીઓ, પતંગિયા અને કીટકો આકર્ષાશે વૃક્ષો એ રીતે પસંદ કરવા કે દરેક ઋતુંમાં પક્ષીઓને ખોરાક મળી રહે આસોપાલવ, કાંચનાર, રાયણ, સવન, બોરસલી, પીલુ, જાંબુ, શેતૂર, ઉંબરો, પીપર, પગારો, ગુંદી, સરગવો વગેરે સાથે ખ્યાલ રાખવો એક સરખી ઊંચાઈ વૃક્ષો સાથે નાના છોડ, વેલ, ક્ષુપ, ફૂલ -ફળ આપતા શક્ય હોય તો એકાદ બે કાંટાળા અને સાથે અશ્વગંધા, કુંવારપાઠું, અરડુસી, કામિની, તુલસી જેવા છોડ શતાવરી, મધુમાલતી, ગળો, જૂઇ, ડોડી જેવી વેલની પણ પસંદગી કરી નૈસર્ગિક વાતવરણ ઊભું કરવું સાથે અર્જુન સાદડ, સીતા અશોક, કદંબ, શિવજટા, કોદારો, અંબાડો, આમલી, ઘાવડા વગેરે ફૂલ ફળ વાવી શકાય.
વૃક્ષારોપણ: એક જીવનદાયી પ્રવૃત્તિ
વૃક્ષો એ આપણા પર્યાવરણનો અભિન્ન ભાગ છે અને પૃથ્વી પરના જીવન માટે અનિવાર્ય છે. વૃક્ષારોપણ એટલે કે વૃક્ષો વાવવાની પ્રવૃત્તિ એ માત્ર એક કાર્ય નથી, પરંતુ તે ભવિષ્ય માટેનું રોકાણ છે. તે એક એવી પ્રવૃત્તિ છે જે આપણને અને આવનારી પેઢીઓને અનેક લાભો પ્રદાન કરે છે.
વૃક્ષારોપણનું મહત્વ:
વૃક્ષો વિના આપણે પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકતા નથી. તેના અસંખ્ય ફાયદાઓ છે:
- ઓક્સિજનનો સ્ત્રોત: વૃક્ષો પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઓક્સિજન મુક્ત કરે છે, જે પૃથ્વી પરના તમામ જીવોના શ્વાસ માટે અનિવાર્ય છે.
- હવા શુદ્ધિકરણ: વૃક્ષો હવામાં રહેલા પ્રદૂષકો, ધૂળ અને હાનિકારક કણોને શોષીને હવાને શુદ્ધ કરે છે. આનાથી શ્વાસ સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.
- જમીનનું ધોવાણ અટકાવે: વૃક્ષોના મૂળ જમીનને પકડી રાખે છે અને વરસાદ તથા પવન દ્વારા થતા જમીનના ધોવાણને અટકાવે છે. આનાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે.
- જળ સંરક્ષણ: વૃક્ષો વરસાદના પાણીને જમીનમાં ઉતરવામાં મદદ કરે છે, જેનાથી ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે છે.
- આબોહવા નિયંત્રણ: વૃક્ષો વાતાવરણમાં ગરમી ઘટાડવામાં મદદ કરે છે અને તાપમાનને નિયંત્રિત કરે છે. તેઓ ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનને ઘટાડવામાં પણ મદદ કરે છે.
- વૈવિધ્યસભર જીવસૃષ્ટિ: વૃક્ષો પક્ષીઓ, પ્રાણીઓ અને કીટકો માટે આશ્રયસ્થાન પૂરા પાડે છે, જેનાથી જૈવવિવિધતા જળવાઈ રહે છે.
- આર્થિક લાભ: વૃક્ષો આપણને લાકડું, ફળો, ઔષધિઓ અને અન્ય વન્ય પેદાશો પૂરી પાડે છે જે આર્થિક રીતે પણ ઉપયોગી છે.
આજના સમયમાં વૃક્ષારોપણની જરૂરિયાત:
આધુનિક યુગમાં વધતા જતા શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ અને વનનાબૂદીને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. જંગલો કપાઈ રહ્યા છે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને આબોહવા પરિવર્તન જેવી સમસ્યાઓ વધી રહી છે. આવા સમયે, વૃક્ષારોપણ એ આ સમસ્યાઓનો એક અસરકારક ઉપાય છે. દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજીને વધુને વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ.
વૃક્ષારોપણ માટેના પ્રયાસો:
સરકારો, બિન-સરકારી સંસ્થાઓ અને સામાન્ય લોકો પણ વૃક્ષારોપણ માટે વિવિધ ઝુંબેશ અને કાર્યક્રમો ચલાવી રહ્યા છે. શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થીઓને વૃક્ષારોપણનું મહત્વ સમજાવીને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આપણે સૌએ સાથે મળીને વૃક્ષારોપણને એક જનઆંદોલન બનાવવું પડશે.
નિષ્કર્ષ:
વૃક્ષારોપણ એ ભવિષ્યના સુરક્ષિત અને સ્વસ્થ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે વધુને વધુ વૃક્ષો વાવીશું અને તેનું જતન કરીશું, જેથી આપણી પૃથ્વી હરિયાળી અને સ્વચ્છ બની રહે. યાદ રાખો, “એક વૃક્ષ દસ પુત્ર સમાન” છે, કારણ કે તે આપણને અનેક રીતે જીવવામાં મદદ કરે છે.