ad here
1.3K Download
2 years ago
free Download શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય 15 pdf printable version. Bhagavad Gita Adhyay 15 Gujarati pdf, bhagavad gita chapter 15 iskcon pdf download, અથ પઞ્ચદશોઽધ્યાયઃ । પુરુષોત્તમયોગઃ
અથ પઞ્ચદશોઽધ્યાયઃ । પુરુષોત્તમયોગઃ
શ્રીભગવાનુવાચ ।
ઊર્ધ્વમૂલમધઃશાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્ ।
છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥ ૧૫-૧॥
અધશ્ચોર્ધ્વં પ્રસૃતાસ્તસ્ય શાખા ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ ।
અધશ્ચ મૂલાન્યનુસન્તતાનિ કર્માનુબન્ધીનિ મનુષ્યલોકે ॥ ૧૫-૨॥
ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સમ્પ્રતિષ્ઠા ।
અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં અસઙ્ગશસ્ત્રેણ દૃઢેન છિત્ત્વા ॥ ૧૫-૩॥
તતઃ પદં તત્પરિમાર્ગિતવ્યં યસ્મિન્ગતા ન નિવર્તન્તિ ભૂયઃ ।
તમેવ ચાદ્યં પુરુષં પ્રપદ્યે । યતઃ પ્રવૃત્તિઃ પ્રસૃતા પુરાણી ॥ ૧૫-૪॥
નિર્માનમોહા જિતસઙ્ગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ ।
દ્વન્દ્વૈર્વિમુક્તાઃ સુખદુઃખસંજ્ઞૈર્- ગચ્છન્ત્યમૂઢાઃ પદમવ્યયં તત્ ॥ ૧૫-૫॥
ન તદ્ભાસયતે સૂર્યો ન શશાઙ્કો ન પાવકઃ ।
યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ ॥ ૧૫-૬॥
મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ ।
મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥ ૧૫-૭॥
શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ।
ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગન્ધાનિવાશયાત્ ॥ ૧૫-૮॥
શ્રોત્રં ચક્ષુઃ સ્પર્શનં ચ રસનં ઘ્રાણમેવ ચ ।
અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ॥ ૧૫-૯॥
ઉત્ક્રામન્તં સ્થિતં વાપિ ભુઞ્જાનં વા ગુણાન્વિતમ્ ।
વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ ॥ ૧૫-૧૦॥
યતન્તો યોગિનશ્ચૈનં પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ્ ।
યતન્તોઽપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ ॥ ૧૫-૧૧॥
યદાદિત્યગતં તેજો જગદ્ભાસયતેઽખિલમ્ ।
યચ્ચન્દ્રમસિ યચ્ચાગ્નૌ તત્તેજો વિદ્ધિ મામકમ્ ॥ ૧૫-૧૨॥
ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા ।
પુષ્ણામિ ચૌષધીઃ સર્વાઃ સોમો ભૂત્વા રસાત્મકઃ ॥ ૧૫-૧૩॥
અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।
પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥ ૧૫-૧૪॥
સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવિષ્ટો મત્તઃ સ્મૃતિર્જ્ઞાનમપોહનઞ્ચ ।
વેદૈશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાન્તકૃદ્વેદવિદેવ ચાહમ્ ॥ ૧૫-૧૫॥
દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ।
ક્ષરઃ સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોઽક્ષર ઉચ્યતે ॥ ૧૫-૧૬॥
ઉત્તમઃ પુરુષસ્ત્વન્યઃ પરમાત્મેત્યુદાહૃતઃ ।
યો લોકત્રયમાવિશ્ય બિભર્ત્યવ્યય ઈશ્વરઃ ॥ ૧૫-૧૭॥
યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ ।
અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ॥ ૧૫-૧૮॥
યો મામેવમસમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમમ્ ।
સ સર્વવિદ્ભજતિ માં સર્વભાવેન ભારત ॥ ૧૫-૧૯॥
ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમિદમુક્તં મયાનઘ ।
એતદ્બુદ્ધ્વા બુદ્ધિમાન્સ્યાત્કૃતકૃત્યશ્ચ ભારત ॥ ૧૫-૨૦॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે પુરુષોત્તમયોગો નામ પઞ્ચદશોઽધ્યાયઃ૧૫॥
જેનું મૂળ ઊંચે છે, જેની શાખા નીચે છે, અને વેદો જેનાં પાંદડાં છે એવું જે અવિનાશી અશ્વત્થ સંસારવૃક્ષ કહેવાય છે તેને જે જાણે છે તે વેદને જાણનારો જ્ઞાની છે…..1
[નોંધ : ‘શ્વ’ એટલે આવતીકાલ. તેથી અ-શ્વ-ત્થ એ તલે આવતી કાલ લગી ન ટકનાર એવો ક્ષણિક સંસાર. સંસારનું પ્રતિક્ષણ રૂપાંતર થયા કરે છે માટે તે અશ્વત્થ છે. પણ એવી સ્થિતિમાં તે હંમેશાં રહેનાર છે તેથી અને તેનું મૂળ ઉર્ધ્વ એટલે ઇશ્વર છે તેથી તે શાશ્વત અવિનાશી છે. તેને વેદના એટલે ધર્મના શુદ્ધ જ્ઞાનરૂપી પાતરાં (પાંદડાં) ન હોય તો તે ન શોભે. આમ સંસારનું યથાર્થ જ્ઞાન જેને છે અને જે ધર્મને જાણનાર છે તે જ્ઞાની છે.]
ગુણોના સ્પર્શ વડે વૃદ્ધિ પામેલી અને વિષયરૂપી કૂંપળવાળી તે અશ્વત્થની ડાળીઓ નીચે-ઉપર પ્રસરેલી છે; કર્મોનાં બંધન કરનારાં તેનાં મૂળ મનુષ્યલોકમાં નીચે ફેલાયેલાં છે….2
[નોંધ: સંસારવૃક્ષનું અજ્ઞાનીની દૃષ્ટિવાળું આ વર્ણન છે. તેનું ઊંચે ઇશ્વરમાં રહેલું મૂળ તે નથી જોતો, પણવિષયોની રમણીયતામાં મુગ્ધ રહી ત્રણે ગુણો વડે એ વૃક્ષને પોષે છે ને મનુષ્યલોકમાં કર્મપાશમાં બંધાયેલો રહે છે.]
આ વૃક્ષનું યથાર્થ સ્વરૂપ જોવામાં આવતું નથી. તેને અંત નથી, આદિ નથી, પાયો નથી; ખૂબ ઊંડે ગયેલા મૂળવાળા આ અશ્વત્થ વૃક્ષને અસંગરૂપી બળવાન શસ્ત્રથી છેદીને મનુષ્ય આ પ્રાર્થના કરે:’જેમાંથી આ સનાતનપ્રવૃત્તિ-માયા પ્રસરેલી છે તે આદિપુરુષને હું શરણે જાઉં છું !’ અને તે પદને શોધે કે જેને પામનારાને ફરી જન્મમરણના ચક્રમાં પડવું નથી પડતું…..3-4
[નોંધ: અસંગ એટલે અસહકાર, વૈરાગ્ય, જ્યાં લગી મનુષ્ય વિષ્યોની જોડે અસહકાર ન કરે, તેમનાં પ્રલોભનોથી દૂર ન રહે ત્યાં લગી તે તેમાં ખૂંચ્યા જ કરવાનો.
વિષયોની સાથે રમત રમવી ને તેમનાથી અસ્પૃષ્ટ રહેવું એ ન બનવા યોગ્ય છે એ આ શ્લોકો બતાવે છે.]
જેણે માનમોહનો ત્યાગ કર્યો છે, જેણે આસક્તિથી થતા દોષોને દૂર કર્યા છે, જે આત્મામાં નિત્ય નિમગ્ન છે, જેના વિષ્યો શમી ગયા છે, જે સુખ-દુ:ખરૂપી દ્વંદ્વોથી મુક્ત છે તે જ્ઞાની અવિનાશી પદને પામે છે…..5
ત્યાં સૂર્યને, ચંદ્રને કે અગ્નિને પ્રકાશ આપવાપણું નથી હોતું. જ્યાં જનારને ફરી જન્મવું નથી પડતું એ મારું પરમધામ છે……6
44
મારો જ સનાતન અંશ જીવલોકમાં જીવ થઇને પ્રકૃતિમાં રહેલ પાંચ ઇન્દ્રિયો અને મનને આકર્ષે છે…..7
શરીરનો સ્વામી એટલે કે જીવ જ્યારે શરીર છોડે છે અથવા ધારણ કરે છે ત્યારે જેમ વાયુ પુષ્પાદિ ઠામમાંથી ગંધ લઇ જાય છે તેમ ઇન્દ્રિયો સહિત મનને સાથે લઇ જાય છે…..8
અને કાન, આંખ, ચામડી, જીભ, નાક તથા મનનો આશ્રય લઇને તે વિષ્યોને સેવે છે…..9
[નોંધ: અહીં વિષય શબ્દોનો અર્થ બીભત્સ વિલાસ નથી, પણ તે તે ઇન્દ્રિયોની સ્વાભાવિક ક્રિયાઓ; જેમ કે આંખનો વિષ્ય જોવું, કાનનો સાંભળવું. જીભનો ચાખવું. આ ક્રિયાઓ વિકારવાળી, અહંભાવવાળી હોય ત્યારે દોષિત-બીભત્સ ઠરે છે. જ્યારે નિર્વિકાર હોય ત્યારે તે નિર્દોષ છે. બાળક આંખે જોતું કે હાથ અડકતું વિકાર પામતું નથી. તેથી નીચેના શ્લોકમાં કહે છે :
(શરીરનો) ત્યાગ કરનાર અથવા તેમાં રહેનાર તેમ જ ગુણોનો આશ્રય લઇ ભોગ ભોગવનાર એવા( આ અંશરૂપી) ઇશ્વરને મૂર્ખાઓ નથી જોતા; દિવ્યચક્ષુ જ્ઞાનીઓ જુએ છે…..10
યત્નવાન યોગીજનો પોતાને વિશે રહેલા આ ઇશ્વરને જુએ છે. જ્યારે જેમણે પોતાની જાતને કેળવી જ નથી, આત્મશુદ્ધિ કરી નથી, એવા મૂઢજન યત્ન કરતાં છતાં પણ એને ઓળખતા નથી……11
[નોંધ: આમાં ને નવમા અધ્યાયમાં દુરાચારીને ભગવાને જે વચન આપ્યું છે તેમાં વિરોધ નથી. અકૃતાત્મા એટલે ભક્તિહીન, સ્વેચ્છાચારી, દુરાચારી.
નમ્રપણે શ્રદ્ધાથી ઇશ્વરને જે ભજે છે તે ક્રમે ક્રમે આત્મશુદ્ધ થાય છે અને ઇશ્વરને ઓળખે છે. જે યમ-નિયમાદિની દરકાર ન રાખતાં કેવળ બુદ્ધિપ્રયોગથી ઇશ્વરને ઓળખવા માગે છે તે અચેતા—ચિત્ત વિનાના, રમ વિનાના, રામને ક્યાંથી જ ઓળખે ?]
45
સૂર્યમાં રહેલું જે તેજ આખા જગતને પ્રકાશે છે અને જે તેજ ચંદ્રમાં અને અગ્નિમાં રહેલું છે તે મારું જ છે એમ જાણ…..12
પૃથ્વીમાં પ્રવેશ કરીને મારી શક્તિથી હું પ્રાણીઓને ધારણ કરું છું, અને રસો ઉત્પન્ન કરનાર ચંદ્ર થઇ બધી વનસ્પતિઓનુ6 પોષણ કરું છું…..13
જઠરાગ્નિ બની પ્રાણીઓના દેહનો આશ્રય લઇ હું પ્રાણ અને અપાન વાયુ વડે વડે ચારે પ્રકારનું અન્ન પચાવું છું……14
[નોંધ: ચાર પ્રકારનું અન્ન તે (1) ચાવીને ખાવાનું, (2) પીવાનું,(3)ચૂસી લેવાનું અને (4) ચાટી જવાનું.-કાકા.]
હું બધાનાં હ્રદયને વિશે રહેલો છું; મારા વડે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ થાય છે. બધા વેદોથી જણવાયોગ્ય તે હું જ, વેદોનો જાણનાર હું, અને વેદાંતનો પ્રગટાવનાર પણ હું જ છું……15
46
આ લોકમાં ક્ષર એટલે નાશવંત અને અક્ષર એટલે અવિનાશી એવા બે પુરુષો છે. ભૂતમાત્ર તે ‘ક્ષર’ છે અને તેમાં જે સ્થિર રહેલો અંતર્યામી છે તે ‘અક્ષર’ કહેવાય છે…..16
આ ઉપરાંત એક બીજો ઉત્તમ પુરુષ છે. તે પરમાત્મા ખેવાય છે. એ અવ્યય ઇશ્વર ત્રણે લોકમાં પ્રવેશ કરીને તેનો પોષે છે…..17
કેમ કે હું ક્ષરથી પર છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી વેદોમાં અને લોકોમાં પુરુષોત્તમ નામે પ્રખ્યાત છું…..18
હે ભારત ! મોહરહિત થઇને મને પુરુષોત્તમને આમ જે જાણે છે તે સર્વ જાણે છે ને મને પૂર્ણભાવે ભજે છે……19
હે અનઘ ! આ ગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું. હે ભારત ! એ જાણીને મનુષ્ય બુદ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે.
ૐ તત્સત્
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો ‘પુરુષોત્તમ-યોગ’ નામનો પંદરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
PDF Name: | Bhagavad-Gita-Adhyay-15-gujarati |
Author : | PDFSeva |
File Size : | 938 kB |
PDF View : | 41 Total |
Downloads : | 📥 Free Downloads |
Details : | Free PDF for Best High Quality Bhagavad-Gita-Adhyay-15-gujarati to Personalize Your Phone. |
File Info: | This Page PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.com |
Copyright/DMCA: We DO NOT own any copyrights of this PDF File. This શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય 15 PDF Free Download was either uploaded by our users @PDFSeva or it must be readily available on various places on public domains and in fair use format. as FREE download. Use For education proposal. If you want this શ્રીમદ્ભગવદ્ગીતા અધ્યાય 15 to be removed or if it is copyright infringement, do drop us an email at [email protected] and this will be taken down within 24 hours!
© PDFSeva.com : Official PDF Site : All rights reserved