અહીં સ્વાધ્યાય પરિવાર ભાવગીત ગુજરાતી આપવામાં આવ્યા છે. સાથે તેની pdf ફાઈલ પણ આપવામાં આવી છે. તેને download કરી શકો છો. આ નમૂનારૂપ ગીતોનો સંપૂર્ણ સ્ત્રોત credit: Sat Vichar Darshan નો છે.
સ્વાધ્યાય પરિવાર એ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) દ્વારા સ્થાપિત એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક આંદોલન (movement) છે, જે લગભગ ૨૦મી સદીના મધ્યમાં (૧૯૫૮માં) શરૂ થયું હતું.
આ આંદોલનનું મૂળભૂત વિચાર એ છે કે “ભગવાન મારામાં અને દરેક વ્યક્તિમાં નિવાસ કરે છે” (God dwells within) – આ ભાવનાથી લોકો એકબીજાને દૈવી પરિવાર (Divine Family) ના સભ્યો તરીકે જુએ છે.
મુખ્ય વિશેષતાઓ:
- સ્થાપક: પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી).
- અર્થ: ‘સ્વાધ્યાય’ એટલે ‘પોતાનો અભ્યાસ’ (Study of the Self) અથવા આત્મ-અધ્યયન.
- ધ્યેય: વ્યક્તિગત આધ્યાત્મિક પરિવર્તન (Individual Transformation) દ્વારા સમાજનું ઉત્થાન કરવું.
- કાર્યક્ષેત્ર: આ પરિવાર વિવિધ અષ્ટામૃત કેન્દ્રો દ્વારા કાર્ય કરે છે, જેમ કે:
- બાલ સંસ્કાર કેન્દ્ર: બાળકોમાં સંસ્કાર સિંચન.
- યુવા કેન્દ્ર અને યુવતી કેન્દ્ર: યુવાનો અને યુવતીઓ માટે.
- મહિલા કેન્દ્ર: મહિલાઓ માટે.
- પ્રયોગો (Experiments): આ પરિવાર સામાજિક અને આધ્યાત્મિક કાર્યો માટે વિવિધ પ્રયોગો પણ કરે છે, જેમ કે:
- યોગેશ્વર કૃષિ: ખેતી દ્વારા ભક્તિ વ્યક્ત કરવી.
- મત્સ્યગંધા: માછીમારો માટે પ્રયોગ.
- હીરા મંદિર/જરી મંદિર: સામુદાયિક પ્રયાસો દ્વારા સર્જન.
- નિર્મળનિર: જળ સંરક્ષણ માટેનો પ્રયોગ.
સ્વાધ્યાય પરિવાર ભાવગીત ગુજરાતી
તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર.
તમે આકાશી સૂરજનો ઝળહળ અવતાર…
અમે પાછલી તે રાતના તારા…
તમે દરિયાની સમજણનો ઘેરો વિસ્તાર,
અમે આછેરી ઝરણાની ધારા…
તમે શબ્દોમાં પોઢેલો મખમલીયો અર્થ,…
અમે પ્રશ્નો, ઉદગાર ને વિરામ…
તમે પળવાર પહોંચવાનો સીધો રસ્તો,
અમે રસ્તામાં આવતા મુકામ…
તમે કાગળ પર લાગણીની ખળખળતી ધાર,
અમે હાંસિયાના જાણે કિનારા…
તમે ચંદનના ઝાડવેથી ઝરતી સુગંધ,
અમે સુક્કા તે બાવળની ડાળ…
તમે આભ લગી જાવાની ઉંચી કેડી,
અમે કેડીનો ઉતરતો ઢાળ…
તમે બાગના એ ફૂલોનો જાણે શણગાર,
અમે માટીના કૂંડા ને ક્યારા…
તમે શ્રધ્ધાની ઝળહળતી સોનેરી જ્યોત,
અમે કોડિયામાં અંધારું ઘોર…
તમે શબરીના હોઠ પર મલકાતું નામ,
અમે શબરીના ચાખેલા બોર…
તમે મંદિરની સન્મુખ છો ઝાલર રણકાર,
અમે દૂર રહી વાગતા નગારા…
ચાલો જાણી લઇએ !
થવા કૃતજ્ઞી , ત્રિકાળ – સંધ્યા , ચાલો જાણી લઇએ ,
પ્રભુ – સ્પર્શના સ્પંદન માંહ્યલી , મધુરપ માણી લઈએ !
રોજ સવારે ચેતન અર્પી, આવી કોણ જગાડે ?
ભૂલાયેલું યાદ કરાવી , દિનભર કોણ રમાડે ?
કોણ જલાવે દીપ નયનના , ચાલો જાણી લઈએ !
… પ્રભુ.
રોમ – રોમમાં રક્ત સ્વરૂપે , શક્તિ કોણ વહાવે ?
હૈયામાં રણઝણતી હરદમ , સિતાર કોણ બજાવે ?
કાયાની નગરીનો રાજા , ચાલો જાણી લઈએ !
… પ્રભુ.
સાંજ પડે ને શાંતિ ઝંખે , વ્યાકુળ મનની પાંખો ,
જીવનનો વ્યવહાર વિસારી , ઢળવા ચાહે આંખો ;
કોણ મસ્તકે કર પસવારે , ચાલો જાણી લઇએ !
… પ્રભુ .
‘ પાંડુરંગે ” પ્રભુ – મિલનની , ચાવી શોધી આપી ,
વેદ – વિચારે ગૂંથેલી , જીવનની સમજણ આપી ;
‘ પાંડુરંગ ‘ પિછાણે એને , ચાલો જાણી લઇએ ! … પ્રભુ .
સુગંધ ચારેકોર!
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે ,
અમે પૂમડાં તમે જ અત્તર , સાચું એ જ ખરે !
ઊગતાં લીલા ઘાસ વિચારો , જ્યાં પણ દઇએ અમે ,
વિચારમાં છો વારિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !
ધુમ્મસ ચીરી ગાઢ રાત્રિનું કિરણ પહોંચ્યું’તુ ખરે ,
કરીએ પ્રભુનું કામ લઇને , નામ તમારું અમે ;
તેજ કિરણનું , ગતિ તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !
વંદન કરીએ શબ્દ દઇને , કામ કરીશું અમે ,
શબ્દ અમારા બળ છો તમે , સાચું એ જ ખરે !
સુગંધ ચારેકોર ગયા જ્યાં , કાર્ય લઇને અમે !