Shiv Mala Gujarati – શિવ માળા મણકા 108

શિવ માળા મણકા 108 pdf ( Shiv Mala Gujarati ) ઓમ નમઃ શિવાય માળા – download here. શિવ માળામાં ૧૦૮ મણકા હોય છે, જેને શિવ અષ્ટોત્તરશતનામ માળા પણ કહેવામાં આવે છે.

આ માળાની મુખ્ય માહિતી નીચે મુજબ છે:

ભગવાન ભોળાનાથ પ્રસન્ન થાય છે. શિવ ની કૃપા પ્રાપ્તિ માટે આ શિવ માળા ના મણકા નિત્ય કરવા જોઈએ. ૐ નમઃ શિવાય – આ જાપ સાંભળવાથી આરોગ્ય, સૌભાગ્ય, ધન, સુખ, શાંતિ મળે, સર્વ દુઃખ દરિદ્રતા દૂર થઈ, ભવ ભય ના કષ્ટો નુ હરણ થઈ જય ભોળાનાથ પ્રસન્ન રહે છે.

મહત્વ: આ માળા ભગવાન શિવના ૧૦૮ પવિત્ર નામો (અથવા નામાવલિ) નું સ્મરણ કરવા માટે બનાવવામાં આવી છે. આ ૧૦૮ નામો શિવજીના વિવિધ ગુણો, શક્તિઓ અને સ્વરૂપોનું વર્ણન કરે છે.

મણકાની સંખ્યા:

માળામાં ૧૦૮ મણકા હોય છે. હિંદુ ધર્મમાં ૧૦૮ નંબરનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે.

આ ઉપરાંત, એક મોટો મણકો હોય છે જેને મેરુ મણકો અથવા ગુરુ મણકો કહેવામાં આવે છે, જે ગણતરીમાં લેવામાં આવતો નથી અને ત્યાંથી માળાની શરૂઆત અને અંત થાય છે.

ફાયદા: માન્યતા છે કે આ માળાનો જાપ કરવાથી (સાંભળવાથી)

મંગળકારી ફળ મળે છે અને કલ્યાણ થાય છે.

સાચું સુખ અને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે.

દુઃખ-દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્ય, સૌભાગ્ય, ધન, શાંતિ મળે છે.

શિવ માળા મણકા 108

  1. મંગલકારી શિવનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  2. સાચું સુખ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  3. વાંછિત ફળ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  4. ઋષિ, મુનિ, જપતા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  5. બ્રહા, વિષ્ણુ ઉચ્ચારે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  6. પાર્વતીના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  7. નંદી, ગણેશ જપતાં એ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  8. નારદ, શારદ ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  9. તેત્રીસ કરોડ દેવ જપતાં જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  10. ગાંધર્વ, કિન્નર, ગાતાં ગાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  11. સાધુ-સંતો ના પ્યારા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  12. ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  13. વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  14. કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  15. અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  16. શ્વાસે શ્વાસે . જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  17. અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  18. જ્યોતી સ્વરૂપે પ્રગટ્યા નાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  19. કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  20. અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  21. ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  22. ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  23. સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  24. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  25. કાર્તિકેયના પ્યારા તાત. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  26. મલ્લિકાર્જુનથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  27. પૂનમ અમાસના દર્શન થાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  28. બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  29. અવન્તિકામાં બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  30. “મહાકાલ” થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  31. બાર વરસે અમૃત ઉભરાય. નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  32. કુંભ મેળાનું તિરથધામ’ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  33. ભક્તિ મુક્તિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  34. મધ્યમાં છે કાર નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  35. મમલેશ્વરનું પામ્યા નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  36. વિન્ધ્યાચલ ના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  37. પરલી ગામે બિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  38. “વેજનાથ” નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  39. દર્શન કરતાં દુખડાં જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  40. ડાકિન વનમાં વસીયા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  41. ભીમ રાક્ષસને હણતાં નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  42. ભીમા શંકર પાન્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  43. અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  44. સેતુ બંધ દક્ષિણમાં ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  45. રામની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  46. વિજયના આપ્યા આશીર્વાદ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  47. દારુક વનમાં બિરાજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  48. નાગેશ્વરનું પામ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  49. અસુરોના સંહારક નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  50. દીન:દુખીયાઓના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  51. કાશીનગરી અમર છે ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  52. વિશ્વેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  53. દર્શન કરતા પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  54. અમરવાનું આપે વરદાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  55. ગૌતમી તટે વિરાજ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  56. ત્રયંબકેશ્વરથી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  57. દર્શન કરતાં પાવન થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  58. હિમાલય છે શિવનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  59. કેદારનાથે પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  60. જનમજનમના પાપ ધોવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  61. કેદારનાથનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  62. હરિદ્વાર હરીહરનું ધામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  63. ઋષિકેશ નો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  64. ધુશ્માની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  65. સજીવન કર્યો ત્યાં બ્રહ્મકુમાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  66. ધુશ્મેશ્વર થી પ્રગટ્યા નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  67. અમર કર્યું ઘુશ્માનું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  68. જ્યોતિલીંગનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  69. જન્મમરણ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  70. ગિરનારની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  71. ભાવના પાપ હરે ભવનાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  72. દર્શન કરતી પાવળ થવાય નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  73. કુબેરેશ્વરનો મહિમા અપાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  74. કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  75. કળીયુગના સાચા આઘાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  76. અષ્ટ સિધ્ધિ દેનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  77. જ્ઞાન ભક્તિના છે. ભંડાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  78. શિવ ભજતા આપે વૈરાગ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  79. ચાર પદારથ આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  80. અડસઠ તિરથનું પુન્ય દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  81. ચાર વેદનો એક જ સાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  82. તેત્રીસકરોડ જપતાં જે જપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  83. શિવપદ આપે ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  84. કામક્રોધ હણનારૂ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  85. માયા-મોહને દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  86. શિવરાત્રિએ જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  87. જનમ-જનમના બાળે પાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  88. શ્રાવણ માસમાં કરતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  89. શિવ-ચરણોમાં પામ વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  90. ઈક્કોતેર પેઢી તારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  91. નિર્ધનને ધન આપે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  92. પુત્રહીનને પુત્ર દેનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  93. ગ્રહની પીડા દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  94. દુઃખ દરિદ્ર દૂર કરનાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  95. મહારોગોનો એકજ ઈલાજ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  96. સુખ શાંતિ આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  97. અકાળ-મૃત્યુ ટાળે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  98. શિવ શરણું આપે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  99. તેમા કાયરનું નહી કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  100. ભજી લ્યોને છોડી સૌ કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  101. બતાવ્યું ગુરૂએ સાચુ જ્ઞાન નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  102. શ્વાસે શ્વાસે જપ જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  103. સંકટમાં આપે આરામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  104. શ્રદ્ધાથી જપજો એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  105. અરજી સાંભળ જો ભોલેનાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  106. ભક્તિ અનન્ય આપજે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  107. “વિશ્વનાથ” જપતા એક જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય
  108. ૐ જડેશ્વરદાદાના જપતા જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય


નિશદિન માળા જે કરે સવાર, બપોર ને સાંજ
સંકટ તેના દુર થાય, જરીના આપે આંચ
આધિ, વ્યાધિ, ઉપાધિ, હરે, પરમપાવન
શિવનામ મનોકામના પૂરણ કરે ભક્તવત્સો ભોલેનાથ.
બોલ શ્રી શિવશંકરકી જય
ઉમાપતિ મહાદેવકી જય
શ્રી રામચંદ્ર ભગવાનકી જય
શ્રી ગજાનન ગણપતિની જય
શ્રી પવનસુત હનુમાન કી જય

શિવ માળા મણકા 108 pdf

PDF File Information :



  • PDF Name:   શિવ માળા મણકા 108 pdf
    Author :   PDFSeva
    File Size :   2 MB
    PDF View :   1 Total
    Downloads :   📥 Free Downloads
     Details :  Free PDF for Best High Quality શિવ માળા મણકા 108 pdf to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.Net