Jay Yogeswar Bhagwan ni Aarti Pdf Download here. યોગેશ્વર ભગવાન સ્વાધ્યાય પરિવારમાં શ્રીકૃષ્ણનું એક મહત્વનું સ્વરૂપ છે, જેમને કર્મયોગ અને જ્ઞાન-ભક્તિની રીત શીખવનાર જગદ્ગુરુ તરીકે પૂજવામાં આવે છે.
સ્વાધ્યાય પરિવારના સ્થાપક પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) દ્વારા ‘યોગેશ્વર’ શબ્દને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે, જેનો અર્થ ‘યોગના ઈશ્વર’ અથવા ‘યોગના સ્વામી’ થાય છે.
સ્વાધ્યાય પરિવાર દ્વારા ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે સ્વાધ્યાય કેન્દ્ર, યુવા કેન્દ્ર, મહિલા કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્ર કે અન્ય કાર્યક્રોમો દરમિયાન યોગેશ્વર ભગવાનની આરતી ગાવાનો, ઉતારવાનો ઉપક્રમ હોય છે. દરેક સમયે આસાનીથી મળી રહે તેમજ ઓનલાઇન pdf સ્વરૂપે આરતી મળી રહે તે હેતુથી અહીં યોગેશ્વર ભગવાનની આરતી લિરિક્સ અને PDF ફાઈલ સ્વરૂપે અહીં આપેલ છે.
Yogeshwar bhagwan aarti in gujarati Lyrics
દુઃખહર્તા ભયત્રાતા , આનંદના દાતા , પ્રભુ !
આવ્યો છું તવ દ્વારે ( ૨ ) કરુણા કરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
તું છે પરમ કૃપાળુ , મંગળ કરનારા , પ્રભુ !
ભટકી ભટકી આવ્યો ( ૨ ) શરણે હું તારા ;
જય યોગેશ્વર ભગવાન !
બુદ્ધિમંદ ઘણો છું ( ને વળી ) , શૂન્ય કર્મ મારાં , પ્રભુ !
ભાવતણો હું ભિખારી ( ર ) મા સમ તું દાતા ;
જય યોગેશ્વર ભગવાન !
દોડું વિશ્વમહીં તવ કાજે , શક્તિના દાતા , પ્રભુ !
થાક્યા પ્રાણ વિશે પણ ( ૨ ) ચેતન ભરનારા ;
જય યોગેશ્વર ભગવાન !
વિશ્વે તુજ સંતાનો સઘળાં , ભૂલી ફરે તુજને , પ્રભુ !
ભાવ – ભતિ દે સૌને ( ર ) લાવું તવ ચરણે ;
જય યોગેશ્વર ભગવાન !