હોળી નિબંધ ગુજરાતીમાં, holi essay in gujarati language. ધોરણ ૪, ૫, ૬, ૭, ૮,૯ ,૧૦ માટે, ૨૦૦, ૩૦૦, ૫૦૦ શબ્દોમાં .
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે માર્ચ મહિનામાં આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી.
હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને ‘રંગોનો તહેવાર’ પણ કહેવાય છે
હોળી પર નિબંધ
હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળી એ ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. હિન્દુ ધર્મમાં હોળી નું મહત્વ ઘણું છે. હોળી મુખ્ય તહેવારો પૈકીનો એક મુખ્ય તહેવાર છે. હોળી પછી બીજા દિવસે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવે છે .
હોળીને અમુક વિસ્તારોમાં હુંતાસણી પણ કહેવામાં આવે છે. ગામડાઓમાં હોળીની ઉજવણી ખૂબ જ ખાસ રીતે કરવામાં આવે છે. હોળીના દિવસે ગામમાંથી ફાળો ઉઘરાવી શાળા ઉઘરાવી લાકડાઓ કરાવી રાતના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે.
સાંજના સમયે સૂર્યાસ્ત પહેલાં હોળી પ્રગટાવવામાં આવે છે . તેમાં છાણ માંથી બનાવેલાં હોળાયાં થી હોળી પ્રગટાવવામાં આવે છે . તેના દર્શન અને પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રધ્ધાળુંઓ શ્રીફળ ,ધાણી ,કપૂર ખજૂર વગેરે હોમે છે . નવાં પરણેલાં યુગલો અને નવાં જન્મનાર બાળકોને હોળી ની પ્રદક્ષિણા કરવાનો પણ ઘણી જગ્યાએ રીવાજ છે . હોળીના પ્રસંગે હારડા ,પતાસાં ,ખજૂર ,ધાણી વગેરે વહેચવામાં આવે છે અને ખાવામાં આવે છે .
હોળીના બીજા દિવસે ધુળેટી મનાવાય છે. આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબીજા પર અબિલ,ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી, રંગોની વર્ષામાં તરબોળ થઈને પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. કેટલાક લોકો આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈને મસ્ત બનીને નાચે છે. આ તહેવાર ઉનાળામાં આવતો હોવાથી તહેવાર ઉજવવાની એટલી જ મજા આવે છે. ધૂળેટીમાં લોકો રંગોથી એકબીજાને રંગતા હોય છે. “બુરાના માનો હોલી હૈ” ના નારાઓ સાથે નાની નાની ગલીઓ અને ગામડાઓ ગુંજી ઉઠતા હોય છે.
હોળીના દિવસોમાં ખજૂર ધાણી શ્રીફળ વગેરે ખાવામાં આવે છે. જ્યારે લોકો હોળી માતાની પ્રદિક્ષણા કરતા હોય છે ત્યારે તેમાં નાળિયેર પણ હોમે છે. આ હોમેલું નાળિયેર પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે પ્રસાદીનો નાળિયેર ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ગામડાઓમાં જ્યારે હોળી પ્રગટાવવામાં આવે તે પૂર્વે હોળીની વચ્ચે સાત ધાનની માટલી દાટી દેખતા હોય છે આ માટલી હોળી માતાના દહન થઈ ગયા બાદ ખોલીને પ્રસાદી તરીકે લેવામાં આવે છે.
ફાગણ મહિનામાં કેસુડા ના વૃક્ષ પર કેસુડા આવી ગયા હોય છે આ કેસુડા ના પાણીથી હોળી રમવાથી શરીરને ફાયદો પણ થાય છે. ધૂળેટી અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ધૂળેટીના દિવસે શાળાઓમાં રજા હોય છે. વિદ્યાર્થીઓ ધૂળેટીની રજાઓમાં ખૂબ આનંદ સાથે હોળી રમતા હોય છે. રંગબેરંગી રમવાના આનંદ સાથે ધુળેટી ઘણો બધો બોધ પણ આપણને આપતી જતી હોય છે.
ધાર્મિક મહત્વ:
હોળીનો ધાર્મિક મહત્વ પણ છે. હોલિકા અને પ્રહલાદ ની કથા ખૂબ જ પ્રાચીન અન્ય પ્રખ્યાત છે. આ કથામાં પ્રહલાદની ઘણા બધા મારવાના પ્રયત્નો કર્યા છતાં પ્રહલાદ મરતો નથી પ્રહલાદે વિષ્ણુ ભગવાનનો સૌથી મોટો ભક્ત હોય છે. અંતે પ્રહલાદ અને હોલિકાને અગ્નિની ચિતા પર જ બેસાડવામાં આવે છે તો પણ પ્રહલાદ સળગતો નથી. હોલિકાને અગ્નિમાં ન સળગવાનું વરદાન હતું પણ તે સળગી જાય છે.
હોળી વિશે 10 વાક્યો
•દર વર્ષે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે.
•હોળી એટલે રંગોનો તહેવાર.
•હોળીના તહેવારની બાળકો આતુરતાથી રાહ જુએ છે.
•હોળીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે.
•આ તહેવાર શિયાળાની પૂર્ણહુતી અને ઉનાળાના આગમનનો સંકેત આપે છે.
•ઘોડી નો તહેવાર ઉજવવા પાછળ એક પૌરાણિક કથા છે.
•હિરણ્યકશિપુ નાના અસરને પ્રહલાદ નામનો પુત્ર હતો. પુત્રની ભક્તિ પિતાને ખટકતી હોવાથી પ્રહલાદને મારવાના અનેક પ્રયત્નો કર્યા.
•છેવટે હિરણ્યકશિપુની બહેન પ્રહલાદની ખોડામાં લઈ અગ્નિ પર બેસી ગઈ. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. છતાં પણ પ્રહલાદની ભક્તિની શક્તિએ તેને બચાવી લીધો અને હોલિકા બળી ગઈ.
•આ દિવસથી જ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે. તેના બીજા દિવસે ‘ધુળેટી’ નો તહેવાર મનાવવામાં આવે છે.
•ધૂળેટીના દિવસે લોકો પરિવારના સભ્યો, મિત્રો સાથે રંગોથી રમે છે.
હોળી નિબંધ લેખન ગુજરાતી
હિન્દુ ધર્મમાં રંગો નો તહેવારે એટલે હોળી. હોળી દર વર્ષે ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં હોળીનું મહત્વ છે. હિરણ્યકશિપુ નામનો એક અસુર રાજા હતો. તેમને એક દીકરો હતો તેમનું નામ પ્રહલાદ હતું. તે ભગવાનનો ભક્ત હતો. પણ તેમના પિતાને તે ગમતું ન હતું. તેમના પિતાએ પ્રહલાદ ને ઘણું બધું સમજાવ્યું પણ તેણે ભક્તિ કરવાનું છોડ્યું નહીં. પ્રહલાદ ને મારી નાખવા માટે તેમના પિતાએ ઘણા પ્રયાસો કર્યા. પરંતુ પ્રહલાદ મર્યો નહીં.
પ્રહલાદની ફઈ હોલિકા પાસે એક ચૂંટણી હતી. એ ચુંદડી ઓઢીને તે ચિતામા બેસે તો તેને આગની અસર ન થાય. પ્રહલાદ ને જીવતો સળગાવી નાખવા હોલિકા તેને પોતાના ખોળામાં લઈને ચિતા પર બેઠી. પવનની લહેર આવતા ચુંદડી ઉડી ગઇ અને હોલિકા બળી ગઈ. પણ પ્રહલાદ ભગવાનનો ભક્તો હોવાથી બચી ગયો. તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવે છે.
હોળીના દિવસે લોકો ઉપવાસ રાખે છે. શેરીએ-શેરીએ લોકો લાકડા અને છાણા ભેગા કરી ચોકમાં હોળી તૈયાર કરે છે. અને સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો ધાણી-ચણા વડે હોળીની પૂજા કરે છે. અને કેટલાક લોકો હોળીની પ્રદક્ષિણા કરીને હોળીમાં શ્રીફળ હોમે છે. અને પછી લોકો મિષ્ટાન્ન જમે છે.
હોળીનો બીજો દિવસ ‘ધુળેટી’ તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાલ ફેંકી આનંદ મનાવે છે. હોળી એ રાજસ્થાનીઓનો મોટો તહેવાર છે. એવા કેટલાય રાજસ્થાનની લોકો જે બહારના રાજ્યોમાં કામ કરતા હોય છે તે લોકો પણ હોળીનો તહેવાર મનાવવા વતનમાં પાછા ફરે છે. રાજસ્થાનીઓ માટે એક ઉક્તિ ખૂબ જ પ્રચલિત છે: ‘દિવાળી તો અઠેકઠે પણ હોળી તો ઘરે.’