કંકોત્રીમાં લખાતો “ટહુકો” એ લગ્નનો મીઠો, મૌખિક આવકાર છે, જે કાવ્યાત્મક ભાષામાં અભિવ્યક્ત કરવામાં આવે છે. ટહુકો લગ્નનું આમંત્રણ હોય છે જે દીકરીના લગ્ન, મામેરા, ભાઈ, બહેન, મામા, ભાણી જેવી સંબંધોની ભાવનાને સ્પર્શે છે. લગ્ન પ્રસંગે ગવાતા આ ટહુકાઓ હાસ્ય, લાગણી અને પારંપરિકતાનો સરસ મિશ્રણ હોય છે. લગ્ન કંકોત્રી ટહુકો ગુજરાતી 2025 pdf
આ લેખમાં તમે મેળવશો:
2025 માટેના નવા અને સજાવટદાર ટહુકા PDF
ગુજરાતી લગ્ન કંકોત્રી માટે ટહુકા ની પસંદગી
દીકરીના લગ્ન માટે ખાસ ટહુકો PDF
મામેરા પ્રસંગ માટે પ્રેમભર્યા ટહુકા
ભાઈ, બહેન, મામા, ભાણીને અર્પણ ટહુકા
ટહુકો લગ્ન માટે 2024 ગુજરાતી PDF
લગ્ન પ્રસંગે એજ છે અપેક્ષા ,
આપણી લાગણી વહેશે ઝરણું બની,
તો તાણશું એમાં અમે તરણું બની.
લગ્ન એ અઢી અક્ષરની વાત છે, પણ આ પ્રસંગ જીવનભરનો સંગાથ છે,
એમ તમોને આમંત્રણ આપ્યું એ આપણા સંબંધની વાત છે,
પણ તમે અમારા પ્રસંગમાં હાજરી આપો એજ અમારા માટે આનંદની વાત છે.
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
આપ સૌ આવશો તો
રંગ આવશે અમારા ઉત્સવનો,
પાંપણની જાજમ પથારી પ્રતીક્ષા કરીશું,
આપણા આગમનની
પારકી થઇ રહી છે પોતાની, આંખડી ભીની થઇ સહુની,
“દીદી” જાય છે મુકીને, મમતા મહિયર ની…
અવસર છે આનંદનો , પ્રસંગ છે મિલનનો ,
પધારજો પ્રેમ થી, માણજો ઉમંગથી,
ઉજવવો છે અવસર હ્યદયના રંગ થી,
આઈ શાદી કી બહાર દિન હૈ રવિવાર
સુનો સુનો રિસ્તેદારો, આયેગી મહિમા કી ડોલી મેહુલ કે દ્વાર
હદય હશે અમારું, પ્રેમ હશે તમારો,
પ્રસંગ હશે અમારો, આશીર્વાદ હશે તમારા…
એક આંખડી આંસુ ભરાય, બીજી આંખડી હરખાઈ,
હર્ષ-આંસુની ક્ષિતિજે અમારી “દીદી” ની છે વિદાય…
ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારી ખુષીયો કી કસમ, આપ કો આના હી હોગા…
મૌન અમારી ભાષા, પ્રેમ અમારી પરીભાસા, શાનમાં કહીએ કે કાનમાં,
ના…ના કહેવાદો ને જાહેરમાં… વહેલા વહેલા આવજો લગ્ન મા…
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈના લગ્નમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
કેસર ઘોલી મેં તો કંકુ નિપજાવ્યા, તોરણ બાંધ્યા છે દ્વાર, હું તો ચંદન પુરાવું ચોક,
આગણે વેરવું ફૂલપાન, વ્હેલેરા પધારજો મારા મામા ના લદન માં…
તમારી ઉપસ્થિતિ માત્રથી થશે “પ્રસંગ” અમારો મંગલમય,
અમારા ભાઈ ના લગનમાં આપને આવકારતા અમારું હૃદય પુલકિત બનશે…
કંકુ છાટણા પાઠવી કંકોત્રી, આપ સ્નેહથી સ્વીકારજો,
પ્રસંગ આપનો સમજી અમ આંગણુ દીપાવજો…
દુલ્હા બનાહૈ ભૈયા હમારા, શાદી મે આપ આના જરૂર,
યુ તો હમ હૈ છોટે લેકિન આપકો યાદ દીલાયેંગે જરૂર…
ચહેરો ભૂલી જાસો તો ફરિયાદ નહિ કરીએ, નામ ભૂલી જાસો તો શિકાયત નહિ કરીએ,
પણ જો અમારા ફઈ ના લગન માં આવાનું ભૂલી જાસો તો માફ નહિ કરીએ…
સોનાનો સુરજ ઉગ્યો રૂડા અવસર આયા અમ ઘેર,
રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,
ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઇ વાગશે,
વગેજને મારા દીદી ના રૂડાલગન્યા લેવાય છે
માટે તમે જરૂર આવજો ભૂલાય નહિ…
ગાના હોગા, બજાના હોગા, મૌસમ બડા મસ્તાના,
આંગન બડા સુહાના હોગા હો રહી હૈ હમારે ફઈ કી સાદી તો આપકો આના હોગા…
ઉડ પંખી આકાશ માં પત્રિકા લઇ ચાંચ માં પહાડ આવે તો પાર કરજે,
મંદિર આવે તો દર્શન કરજે, નદી આવે તો સ્નાન કરજે,
અમારા સગા-સબંધી મળે તો કેહજે કે
અમારા કાકા તથા મામા ના લગન માં જલુલ જલુલ
આવશો….હો….અમે રાહ જોશું…
આમ તો અમે નાના અને નાજુક
એટલે મોટાઓ ને કઈ કહેવાય નહિ.
પરણે છે અમારા દીદી અને માસી એટલે
ચુપ રહેવાય નહિ જો…જો…હો…
લગ્ન માં આવવાનું ભૂલય નહિ.
મામા લાવશે મામી, રાજી થશે નાના-નાની,
મામી છે અમારી ન્યારી…ન્યારી…લાગશે સૌ ને પ્યારી…પ્યારી…
અમે નાના બાળ જાજુ કઈ બોલાય નહિ, આપનો અવસર છે છાનું રહેવાય નહિ,
“મામા”,”કાકા”,”ભાઈ” ના લગ્ન માં જરૂર પધારજો…
ના કોઈ શિકવા હોગા, ના કોઈ બહાના હોગા,
હમારે મામાં સાદીમેં આપ કો આના હી હોગા…
નયન મળ્યા…હૃદય મળ્યા…હસ્ત મેળાપના ચોઘડિયા મળ્યા…
સૌથી વિશેસ આપના શુભ આશીર્વાદ મળશે…
હરખ ના તેડા ને હૈયા ની પ્રીત,
મારા “દીદી”,”માસી”,”ફઈ” ના લદન માં જરૂર આવજો…
સમય ની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી,અતિ આનંદ છે અમોને,
રાહ જોઈ રહ્યા છીએ તમારી, તો કરો મારા ભાઈ ના લદન માં આવવાની તયારી…
સ્નેહ ના સંબંધ નું વાવેતર થશે, જીવન નો અમૂલ્ય પ્રસંગ બનશે
ત્રણેય લોકો માં શરણાઈ ગુંજશે, પણ તમારા વગર કોઈ કમી રહી જશે
તો મારા ભાઈ ના લગન માં જરૂર પધારસો
વાગશે ઢોલ ને શરણાઈ ની ના સુર રેલાશે,
કરીશું પ્રેમ ના રંગો ની રંગોળી અને સંબંધ બંધાશે
રડીયામ્લી રાતે, સંગીત ના તળે રમસુ રાસે
આવો પધારો અમારા આંગણે,તમારા થી જ અમારી શોભા થશે
વાટ જોતા હતા જે ઘડી ની એ શુભ પલ આવી છે,
ઘણી બધી વાતો છે દિલ મા , તમને કેહવી છે
આવો મળી ને આ ઉલ્લાસ ના પ્રસંગ ને માણીએ,
પ્રેમ ભર્યા નિશ્વાર્થ હૃદય થી વાર વધુ ને વધાવીએ
મીઠા મધુર એવા લગ્ન ના પ્રસંગ મા
સ્નેહ ના રંગો થી રંગોળી પૂરાવ જો
કુમકુમ કેરા સાથીયા બનશે અમારા અંગના માં
અપનો કીમતી સમય ફાળવી જરૂર ને જરૂર આવજો
અમારા પરિવાર માં આવ્યો આજ રૂડો અવસર
પધારજો તમે નહીતો રહી જશે દિલ માં કોઈ કસર
તમારા પ્રેમ અને આશીર્વાદ ની અનેરી રહેશે અસર
રાહ જોઈશું અમે કે તમે આવો ને દૂધ માં ભલે કેસર
મંગલ ફેરા વાર વધુ ના પુષ્પો થી વધાવીશું
ગીત, ઢોલ અને શરણાઈ થી મધુર સુર રેડાવીશું
ઉપસ્થિતિ હશે આપ વડીલો , સ્નેહી-સંબંધી, મિત્રો ની
જેનાથી આ સુભ પ્રસંગ ને અવિશ્માંર્નીયા બનાવીશું
દીવડાઓ પ્રગટાવી રાખ્યા છે આપ ની રાહમાં અત્યારે
હૃદય અધીરા બની રહ્યા છે આપ ની વાટ પર
લગ્ન નો સુભ મંગલ પ્રસંગ આવ્યો છે અત્યારે
મિત માંડી ને બેઠા છીએ અમે આપ ના આગમન પર
ચંદ સિતારા ની રોનક પણ અમને આછી લાગશે
તમારા થી જ તો અમારા પ્રસંગ ની સોભા વધશે
ખુબ ભાવ થી લખી છે તમને આજ કંકોત્રી
વાહલા ને વિનંતી છે, તમે આવો તો ખીશીઓ ની રમઝટ જામશે
શીતલતા ચંદ્રમાં થી અને મધુરતા ગુલાબ ની લઇ ને
સ્નેહી તમને નિમંત્રણ છે વિશેશ કરી ને
વિનંતી કરીએ છીએ સહ પરિવાર કર જોડી ને
આવો સૌ માનીએ પ્રસંગ અનેરો સૌ સાથે મળી ને
પ્રસંગ છે અમારા કુળદીપક ના સુભ લગ્ન એવો
વિવકે ભર્યો ભાવ કરીએ છીએ પ્રગટ,સહ પરિવાર કેવો
બનશે આપ ની ઉપસ્થાતી અમારે મન , વહાલ ના સાગર જેવો
વેહલા પધારો જરૂર થી, આગ્રહ રેહશે તમને અમારો એવો
લગ્નના વાગશે વાજાં, કલશોર કરીશું અમ નાના ભાણેજા
મામા છે અમને બહુ વ્હાલા, પધારજો દેવા આપ આશિષ અમૂલા.