dikri vahal no dariyo essay in gujarati pdf, Dikri Vahal No Dariyo Nibandh PDF Free Download, દીકરી વ્હાલ નો દરિયો નિબંધ
દીકરી એટલે ઈશ્વરે આપણ ને કરેલું કન્યાદાન.દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ , દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર ! એક લીલા પાન ની અપેક્ષા હોય,પરંતુ આખી વસંત ઘરે લઇ આવે એનું નામ દીકરી.જેની એક મીઠી મુસ્કાનથી પિતાનો આખા દિવસનો થાક અને કંટાળો દૂર થઈ જાય એનું નામ દીકરી.દીકરી ના પિતા બનવાનું સુખ દરેક માણસના નસીબમાં નથી હોતું.નસીબદાર વ્યક્તિના ધરે જ દીકરી જન્મ લે છે.એટલે જ તો દીકરી જન્મે ત્યારે ‘લક્ષ્મીજી પધાર્યા ‘ એવું કહેવાય છે.જાણીતા લેખક ગુણવંત શાહે સરસ કહ્યું છે “મોગરાની મહેંક,ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે.” દીકરી વિના માતૃત્વ-પિતૃત્વ નો અનુભવ અપૂર્ણ રહે છે.દીકરીના પગની પાયલના ઝનકાર સામે મંદિરની ધંટડીનો રણકાર પણ મંદ પડી જાય છે.
દીકરી એ બે પરિવારો ને પ્રકાશિત કરતી દીવડી છે.દીકરી વગરના ધરમાં એક અજબ પ્રકારનો ખાલીપો અનુભવાય છે.જે ઘરમાં દીકરી હોય તે ઘરમાં પ્રેમ,લાગણી અને વાત્સલયના ભાવની ભીનાશ સતત મહેસુસ થાય છે.દીકરી પોતાના સ્વજનોને સુખ આપવા માટે તે ગમે તેટલું દુ:ખ અને તકલીફ સહન કરી લેવા હંમેશા તૈયાર રહે છે.દીકરી પરિવારના દરેક સંબંધને ખુબ જ બારીકાઇ થી સાચવે છે.માતા-પિતા વચ્ચે કે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થાય કે મનદુઃખ થાય ત્યારે દીકરી મધ્યસ્થીનું કાર્ય કરીને સમાધાન કરાવે છે અને પરિવારને તૂટતો બચાવે છે.પિતા જ્યારે પોતાની જાતને દુઃખોથી ઘેરાયેલી મહેસુસ કરે ત્યારે દીકરી સાથે દિલ ખોલીને વાત કરે તો જાણે તેમને સમસ્યાઓ સાથે લડવા માટે અનંત શક્તિ મળી ગઈ હોય તેવું અનુભવે છે.પિતાના વિષાદગ્રસ્ત મન પર હળવું પીછું ફેરવીને હારી ગયેલા મનમાં નવ ચેતનાનો દોરીસંચાર કરવાની શક્તિ વિધાતાએ માત્ર દીકરીને આપી છે.