“ખમ્મા ખમ્મા રે બહુચર માત” આરતી લિરિક્સ અને PDF, bahuchar maa ni aarti lyrics in gujarati pdf : હિન્દુ ધર્મમાં શક્તિની ઉપાસનાનું વિશેષ મહત્વ છે, અને તેમાં પણ ગુજરાતના ચુંવાળ પંથકમાં બિરાજતા માં બહુચરાજી પ્રત્યે લાખો ભક્તોને અતૂટ શ્રદ્ધા છે. માં બહુચરના આશીર્વાદ મેળવવા માટે ભક્તો ભાવપૂર્વક તેમની આરતી અને સ્તુતિનું ગાન કરે છે.
આજે આ પોસ્ટમાં આપણે માં બહુચરની લોકપ્રિય આરતી “ખમ્મા ખમ્મા રે બહુચર માત” ના લિરિક્સ અને ભક્તોની સુવિધા માટે તેની PDF ફાઈલ શેર કરી રહ્યા છીએ.
માં બહુચરની આરતી (Lyrics)
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમ ઉતારું તારી આરતી..
બાળા સ્વરૂપે તારો વાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી…
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી…
દરિયા જેવી માડી તારો મહિમા અપરંપાર
તારો પાલવ પકડે એનો પલમાં બેડો પાર..
તારા શરણ નો હું તો દાસ
માડી હું તો પ્રેમે ઉતારું તારી આરતી…
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી…
નિર્ધન ને તું વૈભવ દેતી, દેતી સુખ ભંડાર
વંશ તણી તું વેલ વધારે પુત્ર ને પરિવાર
સૌના મનડાની પુરે આશા
માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી…
ખમ્મા ખમ્મા રે બહુચર માત
માડી હું તો પ્રેમે ઉત્તારું તારી આરતી…
માં બહુચરની ભક્તિનું મહત્વ
માં બહુચરને “બાળા સ્વરૂપે” પૂજવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ભક્ત સાચા હૃદયથી માંની આરતી કરે છે:
- તેમના જીવનના તમામ દુઃખો દૂર થાય છે.
- નિઃસંતાન દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.
- પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે.
Bahuchar Maa Ni Aarti lyrics PDF ડાઉનલોડ કરો
જો તમે આ સુંદર આરતીને તમારા ફોનમાં સાચવી રાખવા માંગતા હોવ અથવા તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોવ, તો નીચે આપેલ બટન પર ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી શકો છો.