Alakhdhanini Aarti pdf ( ramdevpir ni Aarti Pdf ) Download Here. અલખધણી ( એટલે રામદેવ પીર ) ની આરતી એ ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરના મંદિરોમાં અત્યંત લોકપ્રિય ધાર્મિક આરતી છે, જે મુખ્યત્વે સંત શ્રી રામદેવપીર (રામાપીર) ને સમર્પિત છે.
કોણ છે અલખધણી?
ગુજરાતી લોકધર્મમાં, ‘અલખધણી’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે રામદેવપીર માટે થાય છે, જેમને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવે છે.
‘અલખ’ નો અર્થ થાય છે ‘જેને જોઈ ન શકાય’ અથવા ‘અગોચર’, અને ‘ધણી’ નો અર્થ ‘માલિક’ અથવા ‘પ્રભુ’ થાય છે. આ નામ સંત રામદેવપીરના દૈવી અને અદ્રશ્ય સ્વરૂપને દર્શાવે છે.
અલખધણી ની આરતી
આ આરતીમાં રામદેવપીરના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે, અને ભક્તો તેમના ચરણોમાં શરણાગતિ સ્વીકારે છે.
આરતીના ગીતોમાં, ધણી (પ્રભુ) ને જુદા જુદા યુગોમાં (જેમ કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, અને કળિયુગ) માંડેલા પાટ (સ્થાપના) અને તે યુગોના મહાન ભક્તો (જેમ કે પ્રહલાદ, સત્યવાદી હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર) નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દ્વારા રામદેવપીરની સર્વવ્યાપકતા અને ચિરંજીવતા દર્શાવવામાં આવ્યા છે.
Alakhdhani Ni Aarti Lyrics
હો અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
હો પહેલે યુગ મા પાટ માડ્યો પ્રહલાદ જી ને દ્વાર
પહેલે યુગ મા પત માડ્યો પ્રહલાદ જી ને દ્વાર
પાંચ કરોડે સિધ્યાજોને પ્રથમ પ્રહલાદ રાય
પાંચ કરોડે સિધ્યાજોને પ્રથમ પ્રહલાદ રાય
સોના કેરો પાટ ધણી ને સોના કેરો થાળ
સોના કેરો પાટ ધણી ને સોના કેરો થાળ
સોના ના સિહાસને બેઠા નરનકડંગિરાય
સોના ના સિહાસને બેઠા નરનકડંગિરાય
હો બીજા યુગ મા પાટ માંડ્યો હરિશચંદ્ર ને દ્વાર
બીજા યુગ મા પાટ માંડ્યો હરિશચંદ્ર ને દ્વાર
સાત કરોડે સિધ્યાજોને સતવાદી હરિશચંદ્ર રાય
વાલા સાત કરોડે સિધ્યાજોને સતવાદી હરિશચંદ્ર રાય
રૂપા કેરો પાટ પીર ને રૂપા કેરો થાળ
રૂપા કેરો પાટ પીર ને રૂપા કેરો થાળ
રૂપા ના સિહાસને બેઠા નરનકડંગિરાય
રૂપા ના સિહાસને બેઠા નરનકડંગિરાય
હો ત્રીજા યુગ મા પાટ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર
ત્રીજા યુગ મા પાટ માંડ્યો યુધિષ્ઠિર ને દ્વાર
નવ કરોડે સિધ્યાજોને રાજા યુધિષ્ઠિર રાય
નવ કરોડે સિધ્યાજોને રાજા યુધિષ્ઠિર રાય
ત્રામ્બા કેરો પાટ હરિ ને ત્રામ્બા કેરો થાળ
ત્રામ્બા કેરો પાટ હરિ ને ત્રામ્બા કેરો થાળ
ત્રામ્બા ના સિહાસને બેઠા નરનકડંગરાય
ત્રામ્બા ના સિહાસને બેઠા નરનકડંગરાય
હો ચોથા યુગ મા પાટ માંડ્યો બલિરાજા ને દ્વાર
હો ચોથા યુગ મા પાટ માંડ્યો બલિરાજા ને દ્વાર
બાર કરોડે સિધ્યાજોને બલિરાજા રાય
બાર કરોડે સિધ્યાજોને બલિરાજા રાય
માટી કેરો પાટ ધણી ને માટી કેરો થાળ
માટી કેરો પાટ ધણી ને માટી કેરો થાળ
પાટે રે પધાર્યા બાવા નરનકડંગરાય
પાટે રે પધાર્યા બાવા નરનકડંગરાય
અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
અલખધણી ની આરતી માં રૂડા ચમ્મર ઢોળાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
કંકુ રે કેસર ના હરિ ને છંટાય
અલખધણી ની આરતી મારા હિંદવાપીર ની આરતી
મારા નકડંગરાય ની આરતી મારા રામાપીર ની આરતી
બોલીયે શ્રી રામાપીર ની જય