મેલડી માતાની આરતી ગુજરાતી

Meldi Matani Aarti PDf Gujarati ( મેલડી માતાની આરતી ) અહીંથી ડાઉનલોડ કરી શકશો. મેલડી માતા એ હિંદુ દેવી છે, જે મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં પૂજાય છે. મેલડી ખેતીની જમીનનું રક્ષણ કરનારા અને પરિવારના દેવી તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે મેલડી માતા દરેક ઇચ્છા પૂરી કરી શકે છે. તેમનું વાહન બકરી છે અને તેમને આઠ હાથ છે જેમાં વિવિધ શસ્ત્રો ધારણ કરેલા હોય છે. ગુજરાતમાં ઠેર ઠેર તેમના મંદિરો આવેલા છે જ્યાં નિત્ય આરતી, કથાઓ ભજનો/ડાકલાં ના કાર્યક્રમો થતા હોય છે.

મેલડી માતાની આરતી lyrics

જય મેલડી માતા, ૐ જય મેલડી માતા,

આરતી ગાતા તમારી, હૈયા હરખાતા…ૐ જય મેલડી માતા

લાખો દિવડા જળહળ બળતા, તેજ તણો નહીં પાર, મૈયા તેજ તણો નહીં પાર,

દિવ્ય અલૌકિક આભા, વિજળીનો ચમકાર…ૐ જય મેલડી માતા

મંગલકારી મુર્તિ તમારી, મંદિરમાં શોભે, મૈયા મંદિરમાં શોભે,

દર્શન કરવા તમારા, મન સૌનુ લોભે…ૐ જય મેલડી માતા

ઢોલ નગારા શરણાયુંને, ઝાલરનો ઝણકાર, મૈયા ઝાલરનો ઝણકાર,

મીઠા સૂર મોરલીના, કરતા એકાકાર…ૐ જય મેલડી માતા

અનેક રૂપે એક તમે છો, પરચા માઁ પુરનાર, મૈયા પરચા માઁ પુરનાર,

મહીમા તમારો મોટો, જગમાં જય જયકાર…ૐ જય મેલડી માતા

સચરાચરમાં વાસ કરો છો, માતા મમતાળી, મૈયા માતા મમતાળી,

સમરે વેલા આવો, કરવા રખવાળી…ૐ જય મેલડી માતા

ભવસાગરમાં ભટકેલાને, પલમાં માઁ તારે, મૈયા પલમાં માઁ તારે,

પાપી પાવન થાતા, માઁ તારા ઘ્વારે…ૐ જય મેલડી માતા

આદી અનાદી માત તમે છો, વેદોમાં વખણાતાં, મૈયા વેદોમાં વખણાતાં,

દેવો,દાનવ,માનવ,ગુણ તારા ગાતા…ૐ જય મેલડી માતા

અમી ભરેલી આંખોથી,માઁ અમૃત વરસાવો, મૈયા અમૃત વરસાવો,

સુના પડેલા જીવનમાં ખુશીયો લહેરાવો…ૐ જય મેલડી માતા

ફોરમતા ફુલડાનો હું તો, ફુલગજરો લાવું, મૈયા ફુલગજરો લાવું,

હૈયાના હેતેથી માઁ તમને પહેરાવું…ૐ જય મેલડી માતા

શ્વાસે શ્વાસે સમરણ કરતો, અતુલ તમારો દાસ, મૈયા અતુલ તમારો દાસ,

ભક્તોને દર્શન આપો, પુરણ કરો માઁ આશ…ૐ જય મેલડી માતા

જય મેલડી માતા, ૐ જય મેલડી માતા,

આરતી ગાતા તમારી, હૈયા હરખાતા,

ૐ જય મેલડી માતા, ૐ જય મેલડી માતા

બોલીએ મેલડી માતકી જય…

મેલડી માતાની આરતી pdf

PDF File Information :



  • PDF Name:   મેલડી માતાની આરતી
    Author :   PDFSeva
    File Size :   489 kB
    PDF View :   1 Total
    Downloads :   📥 Free Downloads
     Details :  Free PDF for Best High Quality મેલડી માતાની આરતી to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.Net