Ramapir Ni Aarti – રામદેવપીર ની આરતી

Ramapir Ni Aarti pdf Gujarati free download Here. રામદેવપીરની આરતી એ લોકપ્રિય આરતી છે જે રાજસ્થાન અને ગુજરાતમાં ખૂબ જ શ્રદ્ધાથી ગવાય છે. આ આરતી બાબા રામદેવજી (રામદેવપીર), જેમને ‘રામાપીર’ અથવા ‘અલખધણી’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની સ્તુતિ અને મહિમા ગાય છે.

આ આરતી વિશેની કેટલીક મુખ્ય માહિતી નીચે મુજબ છે:

મહત્વ: આરતીમાં રામદેવપીરના જીવન, ચમત્કારો અને ભક્તો પરની કૃપાનું વર્ણન કરવામાં આવ્યું છે. તે ભક્તો દ્વારા તેમની પૂજા અને સ્મરણ કરતી વખતે ગવાય છે.

અહીં રામદેવપીરની આરતી Lyrics અને PDF ના સ્વરૂપે આપેલ છે.

રામદેવપીર ની આરતી Lyrics

રામા તમારા દેવળે ચડે ગૂગળ ના ધૂપ,
નર ને નારી તમને નમન કરે તને નમે મોટા ભૂપ

પશ્ચિમ ધરામા મારા પીરજી પ્રગટ્યા
પશ્ચિમ ધરાસુ મારા પીરજી પધાર્યા
અજમલ ઘરે અવતાર લિયો
અજમલ ઘેર અવતાર લિયો
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

એ હરજી રે ભાથી ચમર ઢોળે…એવા ચમર ઢોળે
વૈકુંઠમે બાબા હોવે રે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો ઢોલ નગારાને વીણા ઝંતર વાગે
હે ઝાલર નો ઝલકાર પડે  ઝલકાર પડે…ઝલકાર પડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો દૂર દૂર દેશથી આવે તોળી જાત્રા
હે દેવળ આગળ નમન કરે…એતો નમન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો વેરત મિઠાયુને ચડે ચકચૂરમાં
ગૂગળનો ઘમરોળ ઉડે…ઘમરોળ ઉડે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હો ગંગા ને જમના વહે રે સરસ્વતી
હે રામદેવ બાબા ત્યાં સ્નાન કરે…ત્યાં સ્નાન કરે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હે હરિના ચરણે ભાથિ હરજી રે બોલ્યા
હે નવખંડમાં તારા નેજા ફરકે…તારા નેજા ફરકે
લાસાને સગુણા ઉતારે પીરની આરતી

હરજી ભાથી ચમર ઢોળે રૂડા ચમર ઢોળે
વૈકુંઠમે બાબા હોવેરે તારી આરતી
લાસાને સગુણા ઉતારે પીરની આરતી
હો લાસાને સગુણા ઉતારે પીરની આરતી

Ramapir Ni Aarti pdf

PDF File Information :



  • PDF Name:   રામદેવપીર ની આરતી
    Author :   PDFSeva
    File Size :   692 kB
    PDF View :   10 Total
    Downloads :   📥 Free Downloads
     Details :  Free PDF for Best High Quality રામદેવપીર ની આરતી to Personalize Your Phone.
     File Info:  This Page  PDF Free Download, View, Read Online And Download / Print This File File At PDFSeva.Net