શ્રી સ્વામિનારાયણ આરતી pdf free download here. shree swaminarayan Aarti.
શ્રી સ્વામિનારાયણ આરતી નિયમ:
શ્રી સ્વામિનારાયણ સંધ્યા આરતી માટે, સાંજે ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી સ્વચ્છ આસન પર બેસો, દીવો, અગરબત્તી પ્રગટાવો અને પછી આરતી કરો. આરતી કરતી વખતે સહેજ વાળો, અને સામાન્ય નિયમ મુજબ, પગની આસપાસ ૪ વખત, નાભિ પર ૨ વખત, ચહેરા પર ૧ વખત અને આખા શરીર પર ૭ વખત આરતી ફેરવો. આરતી દરમિયાન ઘંટ કે શંખ ન વગાડો.
સંધ્યા આરતીના નિયમો:
સમય: સાંજે ૬:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી.
સ્થાન: મંદિરની સામે સ્વચ્છ આસન પર બેસો.
તૈયારી: દીવો, ધૂપ અને અગરબત્તી પ્રગટાવો.
આરતી કરતી વખતે થોડું વાળો.
આરતી કરતી વખતે ૪ વખત પગની આસપાસ, ૨ વખત નાભિ પર, ૧ વખત ચહેરા પર અને ૭ વખત આખા શરીર પર (કુલ ૧૪ વખત) આરતી ફેરવો.
Shree Swaminarayan Aarti
જય સ્વામિનારાયણ, જય અક્ષરપુરુષોત્તમ,
અક્ષરપુરુષોત્તમ જય, દર્શન સર્વોત્તમ….. જય સ્વામિનારાયણ….ટેક
મુક્ત અનંત સુપૂજિત, સુંદર સાકારમ્,
સર્વોપરી કરુણાકર, માનવ તનુધારમ્… જય સ્વામિનારાયણ…..૧.
પુરુષોત્તમ પરબ્રહ્મ, શ્રીહરિ સહજાનંદ,
અક્ષરબ્રહ્મ અનાદિ, ગુણાતીતાનંદ…… જય સ્વામિનારાયણ….૨.
પ્રકટ સદા સર્વકર્તા, પરમ મુક્તિદાતા,
ધર્મ એકાંતિક સ્થાપક, ભક્તિ પરિત્રાતા….. જય સ્વામિનારાયણ…૩.
દાસભાવ દિવ્યતા સહ, બ્રહ્મરૂપે પ્રીતિ,
સુહૃદભાવ અલૌકિક, સ્થાપિત શુભ રીતિ…. જય સ્વામિનારાયણ…૪.
ધન્ય ધન્ય મમ જીવન, તવ શરણે સુફલમ્,
યજ્ઞપુરુષ પ્રવર્તિત સિદ્ધાન્તં સુખદમ્…….
જય સ્વામિનારાયણ,
જય અક્ષરપુરુષોત્તમ,
જય સ્વામિનારાયણ….૫.